વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા વઘઇ તાલુકાના પાંચ ગામોમા L.S.T.D (પરિવર્તન માટેની જીવન શાળા) ના કાર્યક્રમ અંતર્ગત સુરક્ષિત બાળક સુરક્ષિત સમાજ થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમો તા.22 મે થી 26 મે 2023 સુધી યોજાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે,બાળકોના શિક્ષણ માં વાલીઓ જાગૃત બને અને બાળકોને યોગ્ય શિક્ષણ માટે સ્કૂલમાં મોકલે તે જરૂરૂ છે. સાથે જ તેમણે પર્યાવરણની જાળવણી માટે પણ લોકોને આહવાન કર્યુ હતુ.
સુરક્ષિત બાળક સુરક્ષિત સમાજ ની થીમ આધારિત વર્લ્ડ વિઝન ઇન્ડિયાના આ કાર્યક્રમમાં ચિકાર ગામના દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવી હતી.કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઈન્ડિયાના મેનેજર શ્રી પ્રસ્સના.આર, ગામના સરપંચો, આગેવાનો, તેમજ વર્લ્ડ વિઝન ઇન્ડિયાના સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590