ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-ગાંધીનગર દ્વારા ૭૭માં સ્વતંત્ર દિને આહવા ખાતે, ભીના ભીના વરસાદી વાતાવરણ વચ્ચે યોગ અને ધ્યાન શિબિર યોજાઈ ગઈ. આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન, તેમજ હાર્ટ ફુલનેસના સહયોગથી સવારે ૬:૩૦ થી ૮:૩૦ સુધી બાળકો સહિત ડાંગ જિલ્લાના યોગ ટ્રેનરો, તેમજ જાહેર જનતાને યોગાસન સહિત મેહુલભાઈ જોશી દ્વારા ધ્યાન ની ક્રિયાઓ પણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા યોગ કોર્ડિનેટર કમલેશ બી. પત્રેકર, યોગ કોચ સુશ્રી સરીતાબેન, તેમજ યોગ ટ્રેનર છગન ભાઈ તથા નેહાબેને જહેમત ઉઠાવી હતી. જ્યારે પ્રજાપિતા બ્રાહ્મકુમારીના બહેનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590