Latest News

વ્યારાના કપૂરા ગામમા 10 જુગારીઓ ઝડપાયા, 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Proud Tapi 06 Sep, 2023 06:43 AM ગુજરાત

વ્યારા તાલુકાના કપૂરા ગામમાં ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા હતા.તેમજ પોલીસે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 12.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વ્યારા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના કપુરા ગામમાં બેંક ફળિયામાં મિતુલ યોગેન્દ્ર ભક્તના ઘરે ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે.વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે વ્યારા તાલુકાના કપુરા ગામમાં બેંક ફળિયામાં મિતુલ યોગેન્દ્ર ભક્તના ઘરે રેડ કરી હતી.ત્યારે સ્થળ પર 10 જેટલા ઈસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા હતા.જે બાદ પોલીસે સ્થળ પરથી (૧) મીતુલ યોગેન્દ્ર ભક્ત (ઉ.વ.૪૪ રહે.કપુરા ડુંગરી ફળિયુ તા.વ્યારા જી.તાપી), (૨) મનિષ અશોક મેંદાની (ઉં.વ.૪૧ રહે. મઢી બાબુનગર તા.બારડોલી જી.સુરત), (૩) ધ્વનીલ હસમુખ પ્રજાપતી (ઉ.વ.૨૯ રહે.જૈન દેરાસર પાસે ,કાનપુરા તા.વ્યારા જી.તાપી), (૪) કેતન સન્મુખ ભક્ત( ઉં.વ-૪૩ રહે.કપૂરા ડુંગરી ફળીયુ તા.વ્યારા જી.તાપી), (૫) પંકજ નાનજી ઇટાલીયા (ઉ.વ-૪૫ રહે.વ્યારા લક્ષ્મીપાર્ક સોસાયટી તા.વ્યારા જી.તાપી),(૬) સન્મુખ દોલતસિંહ પરમાર (રહે.મહી, પ્રભુ નગર સોસાયટી મકાન નં-૨૨ તા.બારડોલી જી.સુરત), (૭) કિરીટ હીરા પટેલ (ઉ.વ.૫૦ રહે.વ્યારા ,કાનપુરા- રામજી મંદિર પાસે તા.વ્યારા જી.તાપી ),(૮) કૃણાલ હેમરાજ નાયક (ઉ.વ-૨૯ રહે.વ્યારા, વૃંદાવાડી સોસાયટી તા.વ્યારા જી.તાપી), (૯) ધ્રુવેન દિનેશ શાહ (ઉ.વ-૩૪ રહે.વ્યારા- કાનપુરા . રામજી મંદિર પાસે તા.વ્યારા જી.તાપી), (૧૦) માજીદભાઇ નરુદીનભાઇ મલેક (ઉં.વ.૪૬ રહે.વ્યારા- મરઠાવાડ,પટેલ કોમ્પ્લેક્ષ રૂમ નં- ૧૦૧ તા.વ્યારા જી.તાપી) એમ મળી કુલ 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી દાવ પરના 35 હજાર,રોકડ રૂપિયા 2.57 લાખ,મોબાઈલ નંગ 11 જેની કિંમત રૂપિયા 2.08 લાખ તથા એક ફોર વ્હીલર,મોટર સાયકલ નંગ 3 જેની કિંમત રૂપિયા 7.88 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 12.88 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.વ્યારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post