વ્યારા : તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઈ હતી.જિલ્લા કલેક્ટરે સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક ને સંબોધતા જણાવ્યું હતું કે,તાપીમાં જિલ્લામાં જે સ્થળોએ ફેટલ અકસ્માત થયા છે તેવા સ્થળો ની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા,રોડ પર જ્યાં શાળાઓ આવેલી હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા અને યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ,મોબાઇલ પર વાત,નાની ઉંમરે વાહન ચલાવવું,દારૂ પીને વાહન ચલાવવા જેવા ગંભીર ગુન્હાઓ અંગે ખાસ ચેકિંગ કરવાની સાથોસાથ રોડ પર રખડતા ઢોરને નિયંત્રણ કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં શાળા -કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તે માટે વિદ્યાર્થીઓ સાથે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન,ડ્રાઈવિંગ લાયસન્સ ની અગત્યતા,વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતો જેવી ઘટનાઓની અટકાયત અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં જણાવ્યું હતું
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ.કે.ગામીત પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટ્રાફિક સંચાલન,શાળા પરિવહન બાબતે માર્ગ સલામતી,રસ્તા પરના ખાડા દૂર કરવા,નિયમિતપણે અકસ્માતો થતા હોય તે જગ્યાઓની તપાસ કરી યોગ્ય પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓ ની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.સંયુક્ત ચકાસણીના બાકી અહેવાલ અને દરેક એજન્ડામાં કઈ કામગીરી બાકી છે, કનેક્ટિંગ રોડ ઉપર બમ્પ મુકવા,વિવિધ રોડ ઉપર સફેદ પટ્ટા ઘાટા કરવા,પેચ વર્ક કરવા તથા રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590