સોનગઢના શેરૂલા ગામનો ૧૭ વર્ષીય સગીર લાયસન્સ વગર મોટરસાયકલ હંકારી લઈ જતા,બાઈક સ્લીપ થઈ ગઈ હતી.જેમાં ૧૭ વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું.અને મોટરસાયકલ પર પાછળ બેસેલ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સોનગઢ તાલુકાના મુનકિયા ગામનો મહેશ કાંતુ વસાવા (ઉ. વ.૧૭) પોતાના કબજાની સુઝુકી કંપનીની મોટરસાયકલ રજી. નં.GJ-19-E-2831 પર સવાર થઈ શેરૂલા ગામ ફોરેસ્ટ કોલોની થી આગળ હનુમાન મંદિર પાસે ઉકાઇ બોરદા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.સગીર એ લાયસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી લેતા, સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતમાં સગીરના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ મોટર સાયકલ પર પાછળ બેસનાર ગણેશ કાંતિલાલ વસાવાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સોનગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉકાઈ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590