તાપી જિલ્લામાં એક વિધવા પુત્રવધૂને સાસરીમાં ઘરે ન રાખવા અને વિધવા પુત્રવધૂ સાથે ઝઘડો કરતા વિધવા પુત્રવધૂએ 181 મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો.ત્યારે તાપીની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સિલ કરતાં મહિલા પાસેથી જાણવા મળ્યું હતું કે,મહિલાના પતિ ચાર વર્ષ પહેલા ગુજરી ગયા હતા, મહિલા ના બે બાળકો છે પતિના ગુજરી ગયા પછી મહિલા બીમાર પડી જતાં સાસરીમાં કોઈ ધ્યાન ન આપતા તે તેના નાના દિકરા ને લઈ પિયરમાં રહેવા જતાં રહ્યાં હતાં,તેમજ એક મોટા દીકરાને સાસરીમાં દાદા દાદી પાસે રહેવા જણાવતા તેના સાસુ સસરા પાસે મૂકી ગયા હતા.વિધવા પુત્રવધૂ ત્રણ વર્ષ સુધી પિયરમાં જ રહ્યા હતા,તે થોડા દિવસ પહેલા સાસરી મા તેમના નાના દિકરા ને લઈ ગયાં હતાં ત્યારે તેમના સાસુ ,સસરા, જેઠ અને તેમના મોટા દીકરા તેમની જોડે ઝઘડો કરવા લાગ્યા હતા , પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુક્યા અને તેમને સાસરી માં હવે કોઈ સ્થાન નહીં મળે ને હવે પછી આવે નહીં તેમ કહી ને પુત્રવધૂને તેમના નાના દિકરા જોડે કાઢી મુક્યા હતા, ઘટના સ્થળે પહોંચેલી તાપી જિલ્લાની 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ દ્વારા વિધવા પુત્રવધૂના સાસુ સસરા તથા મોટા દિકરા ને સમજાવ્યા અને કાયદાનું ભાન કરાવ્યું,તેમજ મોટા દીકરાને નાના ભાઈના ભવિષ્ય વિશે જણાવી વિધવા પુત્રવધૂને તેની સાસરીમાં સ્થાન અપાવી,પુત્રવધૂના સાસુ ,સસરાને સમજાવી પુત્રવધૂને આમ ઘરમાંથી કાઢી ન મુકાય તે સમજાવી ,સાસુ ,સસરા અને મોટા દીકરાને વાત ને સમજતા તેમની વચ્ચે સમાધાન કરાવી વિધવા પુત્રવધૂને સાસરીમાં રહેવા 181 મહિલા હેલ્પ લાઇનની ટીમ તાપીએ સ્થાન અપાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590