તાપીમાં એક પરિવારને એક જ દીકરી હોય તેમને કોઈ આશ્રય ન હોવાથી માતા પિતાની ખેતીવાડી સાચવવા માટે દીકરીનું લગ્ન કરીને ઘર જમાઈ લાવ્યા હતા.. મહિલા ના પતિ નોકરી કરે છે ને મહિલા તેમના માતા સાથે ખેતી વાડી સાચવે છે. મહિલા અને તેમના પતિ ધર્મનું બધું જ સાચવી લેય છે પરંતુ મહિલા ના પતિ નોકરી પર જાય ત્યારે પિતા દ્વારા મહિલા ને હેરાનગતિ કરે છે તેમના પિતા અપશબ્દો બોલી તેમને ત્રાસ આપે છે મહિલા ના પિતા ધર માં કે ખેતી વાડી માં કોઈ મદદ નથી કરતાં મહિલા ના બચાવ માં તેમની માતા વચ્ચે બોલે તો તેમને પણ અપશબ્દો બોલે મહિલા ના પિતા ને બોલવાનું ભાન નાં રહેતા પિતા ના ત્રાસ થી મહિલા એ તાપી ની 181 મહિલા હેલ્પલાઇન ની મદદ માંગી હતી.જે બાદ 181ની ટીમ દ્વારા સ્થળ પર જઈ મહિલા ના પિતાને સમજાવ્યા હતા , મહિલા તથા તેમની માતા ને અપશબ્દો નહીં બોલે તેમ તેવી સમજણ આપી હતી,તેમજ મહિલાના પિતાને તેમની દિકરી અને જમાઈ જોડે રહે એ વાતથી કોઈ સમસ્યા નહોતી , પરંતુ પૈસા માટે તેમને ત્રાસ આપે છે તેમ જાણવા મળેલ ટીમ દ્વારા મહિલાના પિતા ને જવાબદારીનું ભાન કરાવ્યું હતું અને હવે પછી અપશબ્દો નહીં બોલે તેમ ખાતરી આપતા તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590