તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં પતિ દ્વારા પત્ની ને હેરાન કરી વારંવાર ઝઘડો કરતો હોય,જેથી પીડિત મહિલા એ મદદ માટે તાપી 181 મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો.જે બાદ 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતે જાણકારી મેળવતા જાણવા મળ્યું હતું કે , પીડિત મહિલાના ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થાય છે,હાલ તેમને સંતાનમાં એક બાળક પણ છે,વધુમાં જાણવા મળ્યું હતું કે,પડીત મહિલાના પતિ તેમની સાથે અવાર નવાર બોલાચાલી કરી ,ઘરની નાની નાની બાબતે મેણાં ટોણાં મારે છે,તેમજ પતિ દ્વારા પીડિત મહિલા પર શંકા અને વહેમ રાખી ઝગડો કરતાં હોય છે.તેમજ ઘર કામકાજ કરવા બાબતે થતી બોલચાલમાં પતિ દ્વારા પીડિત મહિલા સાથે મારઝૂડ પણ કરવામાં આવે છે, તેમજ ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હોય,બાળકનું ધ્યાન પણ રાખતો ન હોય ,જે અંગે પીડિત મહિલા દ્વારા 181 મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરવામાં આવ્યો હોય,જેથી મહિલા અભયમ ટીમ દ્વારા પીડિત મહિલાના પતિને કાયદાકીય સમજણ આપી બાળકનું ભવિષ્ય બરબાદ ન થાય તેની પણ સમજણ આપી,પત્ની સાથે મારઝૂડ ના કરે તેવી લેખિત બાંયધરી આપતા, પીડિત મહિલાના પતિ રાજીખુશી રહેવા તૈયાર થતાં એક પરિવારનો ઘર સંસારના તૂટે તેથી પતિ સાથે સામાધાન કરી,આમ પતિ પત્નીના સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590