મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ‘નિરામય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ નાગરિકોની આરોગ્ય તપાસની શરૂઆત કરવામાં આવી છે. જે કાર્યક્રમ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ની અનોખી પહેલના ભાગરૂપે તાપી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ની પણ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં વિવિધ પ્રકારની તપાસ જેવા કે,બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝ, સ્તન કેન્સરની તપાસ, સર્વાઇલ કેન્સર, મોઢાના કેન્સરની તપાસ, તમામ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ની સ્કીનીગ કરી, NCD કાર્ડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ તમામ ડેટા ની નોંધણી CPHC પોર્ટલમાં કરવામાં આવશે.
તાપી જિલ્લામાં હાલ જુલાઇ- ૨૦૨૩ દરમિયાન આરોગ્ય વિભાગના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટર ઉપર કુલ ૧૦૧૭ આંગણવાડી કાર્યકરો અને ૯૫૬ હેલ્પર બહેનો મળી કુલ-૧૯૭૩ બહેનોનું સ્કીનીગ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590