સોનગઢ પોલીસે ચાપાવાડી થી રાણી આંબા તરફ જતા નાના રસ્તા પરથી કારમાં લઈ જવાતા પાસ પરમીટ વગરના ગેરકાયદેસર દારૂના જથ્થા સહિત ૨,૧૯,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જોકે કાર ચાલક નાસી છૂટ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સફેદ કલરની ઈંડિકા ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં-GJ-15-CS-4007 માં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે. જે બાતમી ના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢના પરોઠા હાઉસ ખાતે વાહન ચેકિંગ હાથ ધરી હતી. ત્યારે ઇન્ડિકા કાર રજી.નં- GJ-05-CS-4007 આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો ,પરંતુ કાર ચાલક એ પોતાની ગાડી ઉભી ન કરી ભાગવા લાગેલ જે બાદ પોલીસે તેનો પીછો કરી સોનગઢના ચાંપાવાડી થી રાણી આંબા તરફ જતા નાના રસ્તા પરથી સોનગઢ પોલીસે ઇન્ડિકા કાર રજી.નં- GJ-05-CS-4007 ને ઝડપી પડી હતી.જોકે કાર ચાલક નાસી છૂટ્યો હતો. કારની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ કિં.રૂ.૧૯,૨૦૦/- નો દારૂનો જથ્થો તથા કાર જેની કિં.રૂ. ૨ લાખ એમ મળી કુલ ૨,૧૯,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ નાસી છૂટેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590