સોનગઢના માંડળ ટોલનાકા પાસે કતલખાને લઈ જતા પશુઓ ભરેલ આઇસર ટ્રક સાથે 2 ઝડપાયા હતા.તેમજ પોલીસે કુલ કિંમત રૂપિયા 16.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વ્યારા મહિલા પોલીસ કર્મીઓ સોનગઢ ટોલ પ્લાઝા ખાતે વાહન ચેકિંગમાં હતા.તે દરમિયાન આઈસર ટ્રક નં.GJ-13-AX-8881 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે ટ્રકમાં કતલખાને લઇ જતા ભેંસ નંગ - 8 તથા પાડીયા નંગ -2 મળી આવ્યા હતા.જે બાદ પોલીસે ટ્રક સવાર (1)કિશન રઘુ બામભા,(2) સંજય છેલાલા સિંધવ (બંને રહે. ગામ .વઢવાણ તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર) ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ ભેંસ નંગ - 8 તથા પાડીયા નંગ -2 જેની કિંમત રૂપિયા 1.46 લાખ તથા ટ્રક જેની કિંમત રૂપિયા 15 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 16.46 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.પશુઓને કતલખાને લઇ જવા માટે ટ્રક ભાડેથી આપનાર ટ્રક માલિક ગોપાલ જગમાલ ધ્રાગિયા(રહે.ગામ .વઢવાણ તા.વઢવાણ જી. સુરેન્દ્રનગર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસ એ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590