વ્યારાના સરૈયા ગામમાંથી કારમાં દારૂના જથ્થાની ગેરકાયદેસર હેરફેર કરતા બે ઝડપાયા હતા.પોલીસે 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વ્યારા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સરૈયા થી કપુરા રોડ પર કપુરા ત્રણ રસ્તા પાસે કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે.જે બાતમીના આધારે વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ સરૈયા ગામ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન વોક્સ વેગન કંપનીની વેન્ટો કાર નં.GJ-04- BE-7600 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે કારમાંથી ગેરકાયદેસર અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો સીલ બંધ કુલ બોટલ નંગ - 479 મળી આવી હતી.જેની કિંમત રૂપિયા 47,900/- જે બાદ પોલીસે કાર સવાર (1) દિનેશ ઉર્ફે વિક્કી અશોકભાઇ પાટીલ ( રહે.A-૫૦૨, સીલીકોન પાલ્મ એપાર્ટમેન્ટ, સાંઇવિલા સોસાયટી સામે, ડીંડોલી, સુરત) તથા (2) કિરણ જગત સિંહ રાજપુત (રહે.B-1, ૪૦૮, ઉત્સવ રેસીડન્સી, ફ્લાવર ગાર્ડનપાસે, ડીંડોલી સુરત ) ની અટકાયત કરી હતી.
તેમજ પોલીસે કુલ દારૂના જથ્થા જેની કિંમત રૂપિયા 47,900/- તથા મોબાઇલ નંગ -2 જેની કિંમત રૂપિયા 10,000/- અને કાર જેની કિંમત રૂપિયા 2,00,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 2,57,900/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર નવાપુર ના ઈસમ અને દારૂનો જથ્થો મંગાવનાર સુનિલ ઉર્ફે વકીલ વિલાસ પાટીલ (રહે.326રાજદીપ રો હાઉસ, કરાડવા રોડ, ડિડોલી, સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590