વ્યારા તાલુકાના ડોલારા ગામમાં પિકઅપ માં ગેરકાયદેસર રીતે ગાય ને ભરી લઈ જવામાં આવી રહ્યા હતા ,ત્યારે પોલીસે પિકઅપ ની અટકાયત કરી હતી. જોકે પિકઅપ ચાલક નાસી છૂટ્યો હતો. તેમજ વ્યારા પોલીસે ટેમ્પો અને ગાય એમ મળી કુલ કિંમત રૂપિયા 2,29,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વ્યારા પોલીસ સ્ટાફના માણસો વ્યારા થી ભેંસકાતરી ગામ તરફ જતા રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા , ત્યારે ડોલારા ગામે જતા રસ્તા ઉપર ઘણા માણસો ભેગા થયેલા જોવા મળ્યા હતા.ત્યારે પોલીસે ત્યાં જઈ જોતા ઝેનન પીક ગાડી રજી. નં.GJ-05-BT-2654 માંથી ગાયો નંગ-03 કિ.રૂ.15000/- તથા વાછરડાઓ નંગ-07 કિ.રૂ.14,000/- મળી કુલ કિ.રૂ.29,000/- ના પશુઓને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી તસ્કરી કરવામાં આવી રહી હતી.જે બાદ પોલીસે 2 લાખના પિકઅપ અને રૂપિયા 29,000/- ના પશુઓને જપ્ત કર્યા હતા.જોકે પિકઅપ ચાલક નાસી છૂટયો હતો.વ્યારા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધી પિકઅપ ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590