મહેશ પાડવી (નિઝર ) : નિઝરના હિંદ હાટી ફળિયામાં ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસાનો હાર જીતનો જુગાર રમતા 20 જુગારીઓને તાપી એલસીબીએ જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડી અટકાયત કરવામાં આવી, તેમજ 14,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,નિઝરના હિંદ હાટી ફળિયામાં ગુરુભાઈ દેવલભાઈ પાડવીના ઘરમાં ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ નિઝર ખાતે હિંદ હાટી ફળિયામાં ગુરુભાઈ દેવલભાઈ પાડવીના ઘરે રેડ કરી હતી.ત્યારે 20 જેટલા ઈસમો ગંજી પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા.તેમજ પોલીસે સ્થળ પરથી દાવના રૂપિયા 2900/- તથા રોકડ રૂપિયા 9,000/- તથા મોબાઇલ નંગ - 3 જેની કિંમત રૂપિયા 2500/- એમ મળી કુલ કિંમત રૂપિયા 14,400/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ અંગેની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી ઝડપી પાડેલા જુગારીઓ
(1) મહેશભાઈ પ્રકાશભાઇ પાડવી (રહે. નિઝર એકતા નગર તા.નિઝર જી.તાપી),
(2) સંજયભાઇ સુખલાલભાઈ પાડવી (રહે.નિઝર ચમાર હાટી ફળિયું,તા.નિઝર જિ. તાપી),
(3) બાબુભાઇ પરસુભાઇ પાડવી (રહે. નિઝર શબરીનગર ફળિયું,તા નિઝર જિ.તાપી),
(4) ગણેશભાઇ ભામટ્યાભાઇ પાડવી (રહે.નિઝર હિંદની ફળિયું.તા નિઝર જિ.તાપી),
(5) રાજુભાઇ સુપુભાઇ પાડવી (રહે.નિઝર હિંદ હાટી ફળિયું,તા.નિઝર જિ.તાપી),
(6) સુરેશભાઇ અમરસીગભાઇ પાડવી (રહે.નિઝર હિંદહાટી ફળીયું, તા.નિઝર જિ તાપી),
(7) બાબુભાઈ મગનભાઈ પાડવી (રહે.નિઝર હિંદ હાટી ફળિયું,તા.નિઝર જિ.તાપી) ,
(8) કરમસિંગભાઇ તુકારામભાઇ પાડવી (રહે.નિઝર દિક્ષી ફળિયુ,તા. નિઝર જિ.તાપી),
(9) રવિનભાઇ ભીમાભાઇ પાડવી (રહે.નિઝર હિંદહાટી ફળિયુ તા. નિઝર જિ.તાપી) ,
(10) દીલીપભાઇ મોગ્યાભાઇ પાડવી (રહે.નિઝર હિંદ હાટી ફળિયા જિ.તાપી),
(11) છોટુભાઇ તુકારામભાઇ ન્હાવી (રહે.નિઝર ગાયત્રી ચોક,તા.નિઝર જિ.તાપી),
(12) ચેતનભાઇ આકડીયા પાડવી ( રહે.નિઝર હિંદ હાટી ફળિયું, તા નિઝર જિ.તાપી),
(13) શ્રાવણભાઇ વિષ્ણુભાઇ ઠાકરે ( રહે. નિઝર હિંદહાટી ફળિયુ,તા.નિઝર જિ.તાપી),
(14) મહેન્દ્રભાઇ બાબુભાઇ પાડવી (રહે.નિઝર હિંદ હાટી ફળિયું, તા નિઝર જિ.તાપી),
(15) વિજુભાઇ છગનભાઇ પાડવી (રહે નિઝર હિંદ હાટી ફળિયું,તા. નિઝર જિ.તાપી),
(16) કપુરભાઇ રતીલાલભાઇ પાડવી (રહે. નિઝર પોલીસ લાઈન પાસે,તા.નિઝર જિ.તાપી),
(17) સુભાષભાઇ આત્મારામ પાડવી (રહે.નિઝર હિંદહાટી ફળિયુ,તા.નિઝર જિ.તાપી),
(18) મોહનભાઇ ચીંદાભાઇ પાડવી (રહે નિઝર હિંદ હાટી ફળિયું,તા.નિઝર જિ.તાપી),
(19) ગુરુભાઇ દેવલભાઇ પાડવી ( રહે.નિઝર હિંદ હાટી ફળિયું, તા નિઝર, જિ.તાપી),
(20) કાલુભાઇ મોગ્યાભાઇ પાડવી (રહે.નિઝર,હિંદ હાટી ફળીયું ,તા.નિઝર, જિ.તાપી )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590