કુકરમુંડા તાલુકાના રાજપુર ગામમાં રહેતા 22 વર્ષીય શરદભાઈ ગોવિંદભાઈ વળવી પોતાના ફળિયામાં જ લગ્ન હોવાથી લગ્નમાં ગયા હતા.ત્યારે લગ્નમાં નાચી રહ્યા હતા ત્યારે ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના નિશાળ ફળિયામાં તા.૨૮/૦૫/૨૦૨૩ના રોજ પરિમલભાઈ મંગુભાઇ વળવીના લગ્ન હતા.ત્યારે શરદભાઈ ગોવિંદભાઈ વળવી (ઉ. વ.૨૨,રહે. નિશાળ ફળિયુ, ગામ. રાજપુર તા. કુકરમુંડા જી.તાપી) રાત્રિના બારેક વાગ્યાના અરસામાં લગ્નમાં નાચવા માટે ગયા હતા. લગ્નમાં નાચતા-નાચતા,કોઇ અગ્મય કારણસર અચાનક ઢળી પડતા અર્ધ બેભાન થઈ ગયા હતા.જે બાદ સ્થાનિકોની મદદ થી તેમના માતા પિતા સારવાર માટે કુકરમુંડા સી. એચ.સી. ખાતે લઈ ગયા હતા ત્યારે ડોક્ટરે તપાસણી કરી મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ અંગેની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590