ગુજરાત : રાજ્યમાંથી ગુજરાતમાં ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ ઘુસાડતા અટકાવવા અને ગુજરાતના યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિને સંપૂર્ણ નાબુદ કરવા અને નાર્કોટિક્સની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા માટે સમગ્ર રાજ્ય પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરેલ છે. જેમાં આજે પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશક, પિયુષ પટેલ, સુરત વિભાગ તથા અધિક પોલીસ કમિશનર શરદ ર્શિઘલ તથા તાપી પોલીસ અધિક્ષક, રાહુલ પટેલ અને નાયબ પોલીસ કમિશનર રૂપલ સોલંકી સહિત સમગ્ર સુરત અને તાપીની પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા જાંબાઝ રીતે ઓરિસ્સાથી ટ્રક દ્વારા અમદાવાદ શહેર તરફ લઇ જવાતો ૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કિં.રૂ. ૫૭,૩૧,૨૦૦/- નો સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા પોલીસ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના PSI એમ.ડી.મહિડાને તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ બાતમી મળી હતી કે, 'ઓરિસ્સાથી ટાટા ટ્રક નં.PB-02-BN-9566 માં ગાંજાનો જથ્થો ભરી હૈદરાબાદ થઈ મહારાષ્ટ્ર નવાપુર થઇ ગુજરાતના ઉચ્છલ ચેક પોસ્ટ થઇ અમદાવાદ તરફ જનાર છે' આ બાતમીના આધારે પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ મહાનિદેશક, સુરત વિભાગ સુરત એ એક સંયુક્ત ઓપરેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક, તાપી તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લા એસ.ઓ.જી.પી.આઇ. વાય.એસ.શિરસાઠ તેમજ પી.એસ.આઇ.જે.બી આહીર તથા પોલીસની વિવિધ ટીમો દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં બેડકીનાકા ચેક પોસ્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઓરીસ્સા રાજ્ય થી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ટ્રકમાં અલગ અલગ ચોર ખાનાઓ બનાવી ઘુસાડવામાં આવી રહેલ ગાંજાનો માતબર જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશન દરમિયાન બેડકીનાકા ચેકપોસ્ટથી એક ટાટા ટ્રક નં PB-02-BN-9566 માંથી કુલ -૫૭૩ કીલો ગાંજાનો જથ્થો કીમત રૂપીયા-૫૭,૩૧,૨૦૦/નો ઝડપી પાડવામાં સફળતા મળવી હતી. આ ઓપરેશન દરમ્યાન કુલ ત્રણ આરોપીઓ નામે (1) અવતારસીંગ લખવિંદરસિંગ સંધુ, રહે છીંડાના, થાના -લોપોગી, તા. અજનાલા જી.અમૃતસર(પંજાબ) (૨) ગુરજીતસીંગ મંગલસીંગ સંધુ રહે. આસરાપુર ગામ પો.બહેંરવાલ, થાના-લોપોંગી, તા.અજનાલા, જી.અમૃતસર (પંજાબ) (૩) કિશનસીંગ દલજીતસીંગ સોનીપંડાર રહે.સવાઇપુર ગામ, પોસ્ટ ઓફિસ પાસે થાના તા.સતરથાના જી.તરનતારા(પંજાબ)ને ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
જ્યારે ગાંજાનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ભરાવી આપવામાં મદદગારી કરનાર કુલ ચાર આરોપીઓ નામે (૧) વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મૂળ રહે. ઓરીસ્સા (માલ મંગાવનાર) (૨) રંગનાથ નાયક રહે.ગુલુબા જીલ્લો ગજપતિ, ઓરીસ્સા (માલ મોક્લનાર) (3) દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે.(માલ ભરાવી આપનાર) (૪) સબેગસિંગ હરીશિંગ રહે.બહેરીવાલ તા. અજનાલ જી. અમૃતસર, પંજાબ (ગાડી-ટ્રક માલિક)ને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતા.
આ પકડાયેલ આરોપીઓ પાસેથી ગાંજાનો કુલ જથ્થો ૫૭૩ કીલો કિં.રૂ.૫૭,૩૧,૨૦૦/-, ટ્રક કિં.રૂ.૭,૦૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા રોકડા રૂપીયા-૬૩૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૪,૩૩,૮૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ બાબતે ઉચ્છલ પોસ્ટે ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૬૨૩૦૧૧૨/૨૦૨૩ એન ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વોન્ટેડ બતાવેલ આરોપીઓ પૈકી (૧) વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મુળ રહે. ઓરીસ્સા (માલ મંગાવનાર) (૨) રંગનાથ નાયક રહે.ગુલુબા જીલ્લો ગજપતિ, ઓરીસ્સા (માલ મોક્લનાર) (3) દિલબાગશિંગ ઉર્ફે બગ્ગા રહે.(માલ ભરાવી આપનાર)ને બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરના PSI એન.ટી.દેસાણી દ્વારા મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી.બી. તાપી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓનો માંથી વિજય અશોક કુલપતી હાલ રહે. વેસુ સુરત મૂળ રહે. ઓરીસ્સા (માલ મંગાવનાર)ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં (૧) રાજકોટ શહેર ભકતીનગર પોસ્ટે ગુ.ર.નં. II/0133/2018 NDPS act B(C), 21, 29 (૩૫૦ કીલો ગાંજો) (૨) આણંદ જીલ્લો વીરસદ પોસ્ટ ગુ.ર.નં. II/53/2018 NDPS act 8(C) 20 (૨૦૨૪ કીલો ગાંજો) ,આમ ગુજરાત રાજ્યમાં નાર્કોટીકસ ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટેના સફળ પ્રયત્નોમા સુરત શહેર પોલીસ અને તાપી પોલીસને વધુ એક સફળતા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590