સોનગઢના માંડળ ટોલનાકા પાસે ગેરકાયદેસર રીતે પશુઓ ભરી ને કતલખાને લઈ જતા આઈસર ટેમ્પા સાથે બે ઝડપાયા હતા અને આઇસર ટેમ્પાની પાયલોટીંગ કરનાર એક ઝડપાયો હતો. સોનગઢ પોલીસે ત્રણેયની અટકાયત કરી કુલ કિંમત રૂપિયા ૧૫.૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ પોલીસે ૪ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક આઇસર ટેમ્પો રજી. નં.GJ-21-Y-9444 માં આઠેક જેટલી દુધાળી ભેંશો કૃરતા પૂર્વક ભરી કતલખાને લઈ જનાર છે.જે ટેમ્પામાં ત્રણેક ઇસમો બેસેલ છે તથા એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી રજી. નં-GJ-19-AM-6608 માં બેસી એક ઇસમ આઇસર નું પાયલોટીંગ કરનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ માંડળ ટોલનાકા પાસે સુરત ધુલિયા નેશનલ હાઈવે નં.53 પર વોચ ગોઠવી હતી.તે વેળાએ આઇસર ટેમ્પો રજી. નં.GJ-21-Y-9444 આવતા પોલીસે તેને ઊભો રાખી તપાસ કરી હતી ત્યારે પાસ પરમીટ વગર કતલખાને લઇ જવાતી આઠ ભેંસ મળી આવી હતી.જે બાદ પોલીસે આઇસર ટેમ્પો માં સવાર હસન પિરખાં મુલતાની અને જુબેર યુસુફ મુલતાની તથા પશુઓ ભરી આઇસર ટેમ્પોની પાયલોટિંગ કરનાર મોઇન મહમ્મદ મુલતાની( ત્રણેય રહે.ઝંખવાવ, મુલતાની ફળીયુ, તા.માંગરોળ, જી.સુરત) એમ મળી કુલ ત્રણ ની અટકાયત કરી હતી.તેમજ પોલીસે આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૦ લાખ તથા ભેંસો નંગ-૦૮ જેની કિંમત રૂપિયા ૨.૪૦ લાખ તથા સ્વિફ્ટ કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ તથા ત્રણ મોબાઇલ એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૫.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે ટેમ્પામાં સવાર એક ઈસમ નાસી છૂટયો હતો.જેથી પોલીસે નાસી છુટનાર ઇમ્તીયાઝ અલ્લારખા મુલતાની (૨હે.ઝંખવાવ, મુલતાની ફળીયુ, તા.માંગરોળ જી.સુરત) તથા માંડલ ટોલનાકા થી મહારાષ્ટ્ર રાજ્યની નવાપુર બોર્ડર સુધી પહોંચવા અને પોલીસની નાકાબંધી તોડવા મદદ કરનાર સુનિલ ગામીત (રહે.ચચરબુંદા, તા.ઉચ્છલ, જી.તાપી) તથા ભાડેથી આઇસર ટેમ્પો પુરો પાડનાર મીનાઝ મહમ્મદ મુલતાની (રહે.ઝંખવાવ,મુલતાની ફળીયુ, તા.માંગરોળ, જી.સુરત) તથા કતલખાને લઈ જવા ભેંસો મંગાવનાર રઈશ નામક વ્યક્તિ એમ મળી કુલ ચાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590