Latest News

બોલેરો પીકઅપ માં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા,6.5 લાખનો મુદ્દામાલ જપ્ત , 5 વોન્ટેડ

Proud Tapi 30 Jul, 2023 12:13 PM ગુજરાત

સોનગઢ પોલીસે બોલેરો પીકઅપ માં લઇ જવાતા દારૂના જથ્થા સાથે 3 ને  ઝડપી પાડ્યા હતા.તેમજ દારૂના જથ્થા સાથે 6,55,400/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી , 5 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સોનગઢ પોલીસને  બાતમી મળી હતી કે,સુરત ધૂલિયા નેશનલ હાઇવે પરથી બોલેરો પિકઅપ માં દારૂનો જથ્થો ભરી લઇ જવામાં આવનાર  છે. જે બાતમીના આધારે સુરત - ધુલિયા નેશનલ હાઈવે રોડ પર વોચ ગોઠવી ઊભા હતા ,ત્યારે મહિન્દ્રા કંપનીનો બોલેરો પિકઅપ રજી. નં.GJ -26-T-7667 આવતા તેની ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.ત્યારે પીકઅપ માંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો  ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ -  768 (જેની કિંમત - 50,400) મળી આવ્યો હતો . જે બાદ પોલીસે બોલેરો પિકઅપ ચાલક અને પલ્સર મોટરસાયકલ રજી. નં.GJ-26-AF- 7647 પર પાયલોટિંગ કરનાર એમ ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે (1)મયુરભાઈ ચંપકભાઈ ચૌધરી ( રહે.વિરપુર, (પુલ ફળીયુ) તા.વ્યારા, જી.તાપી),(2)પ્રગ્નેશ ઉર્ફે લાલુ પંકજભાઈ ચૌધરી  ( રહે.વિરપુર (પુલ ફળીયુ), તા-વ્યારા, જી.તાપી) અને (3)સ્મિતભાઈ નિલેશભાઈ ચૌધરી (  રહે-વિરપુર પુલ ફળીયુ), તા-વ્યારા, જી-તાપી)ની ધરપકડ કરી કુલ દારૂનો જથ્થો જેની કુલ કિંમત રૂ.50,400/-, પિકઅપ ગાડી જેની કિંમત રૂ.5 લાખ, મોટર સાયકલ જેની કિંમત રૂ.90,000/- અને મોબાઈલ નંગ -3 જેની કિંમત રૂ.15,000 /- હોય એમ મળી કુલ 6,55,400/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ (1)દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુરના મુકેશ જેસવાલ, દારૂનો જથ્થો મંગાવનાર (2)હેમંતભાઈ (રહે. બાજીપુરા ના હેલીપેડ પાસે,તા.વાલોડ જી.તાપી),(3) ચિરાગભાઈ ચૌધરી (રહે. કીકવાડ તા.બારડોલી જી.સુરત),(4) મહેશભાઈ ગામીત (રહે. કસવાવ તા.વ્યારા જી.તાપી),(5) રાજેશ ગામીત (રહે. ખુશાલપુરા તા.વ્યારા જી.તાપી) એમ 5ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post