વાલોડ તાલુકાના વિરપુર ગામમાં આવેલ ફ્રુટ જ્યુસ ની ફેક્ટરીમાં મશીનરી ફીટ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે હોટ વોટર જનરેટર ટેસ્ટીંગ કરતી વેળાએ હોટ વોટર જનરેટર માં બ્લાસ્ટ થતા,3 કર્મચારીઓના મોત નિપજ્યાં હતા . તેમજ 2 ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાલોડ તાલુકાના વીરપુર ગામમાં બુહારી થી બેડચીત જતા રોડની સાઈડમાં નવી બનતી આદિશક્તિ પ્રોડક્ટસ કંપનીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન અંગેની કામગીરી ચાલી રહી હતી. આ મશીનરી નું વેચાણ રાજકોટની એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના ઓપરેટર તથા કંપનીના માણસ રવિવારથી વીરપુર ખાતે મશીનરીનો ઇન્સ્ટોલેશન કરી રહ્યા હતા. ત્યારે આજરોજ તા.04/09/2023 ના રોજ પણ મશીનરી ફીટ કરવાની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન હોટ વોટર જનરેટર ટેસ્ટીંગ કરવામાં આવતા કોઈક કારણસર હોટ વોટર જનરેટર માં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં હોટ વોટર જનરેટરના સ્પેરપાર્ટ દૂર સુધી ફેકાઈ ગયા હતા અને આસપાસની દીવાલ પણ તૂટી ગઈ હતી. હોટ વોટર જનરેટર ના સ્પેરપાર્ટ દીવાલ તોડીને 300 મીટર જેટલા દૂર ફેંકાયા હતા.તેમજ ત્યાં કામ કરતા કારીગર (1) ધર્મેન્દ્ર બુચન (ઉ. વ.૩૮, રહે. કુડહી, ઉસસા પૂર, બલીયા ઉત્તર પ્રદેશ) અને (2)સતીશ શેષનાથ રાજભર (રહે.ગુરવા મિડઢા, બલીયા,ઉત્તર પ્રદેશ)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તથા (3) દેવનારાયણ સિરી ભોલા ચૌહાણ (ઉ.વ.32 રહે.કુશહર, ગાયઘાટ, બલીયા ઉત્તર પ્રદેશ)નું ગડત હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.તેમજ (1)વિજય ભીખુ પટેલ (રહે.વિરપોર, ભંડારીવાડ તા.વાલોડ જી.તાપી)અને (2) રવિ સુરેશ માળી (રહે.બારડોલી તા.બારડોલી જી.સુરત)ને સારવાર અર્થે ગડત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વાલોડ પોલીસને થતા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590