વ્યારા તાલુકાના કપુરા ગામમાં ગંજી પાના નો પૈસાનો હાર જીતના જુગાર રમતા 3 જુગારીઓની તાપી એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી હતી ,તેમજ 16,940/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના કપુરા ગામમાં પંચાલ શોપિંગ સેન્ટર ખાતે આવેલ આશિષ મહાલે નિહર સલૂનની દુકાન માં પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે. જે બાતમી ના આધારે તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસોએ કપુરા ગામમાં આવેલા પંચાલ શોપિંગ સેન્ટરમાં આશિષ મહાલે ની હેર સલૂનની દુકાન માં રેડ કરી હતી ,ત્યારે ત્રણ જેટલા ઈસમો ગંજી પાના નો જુગાર રમતા ઝડપાયા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી દાવના રૂપિયા 4600/- તથા રોકડ રૂપિયા 7340/- તથા મોબાઇલ નંગ -1 જેની કિંમત રૂપિયા 5000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 16,940/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી પકડી પાડેલા જુગારીઓના નામ
(1) બળવંતભાઇ શ્રીરામભાઇ લીહારકર (રહે પ્રથમ રેસીડેન્સી કપુરા ગામ તા વ્યારા જી.તાપી),
(2) આશીષ કૈલાશભાઇ મહાલે ( રહે.ઘર નં.144 વૃંદાવન ધામ કાનપુરા વ્યારા તા.વ્યારા જી.તાપી)
(3) મોહનલાલ સુર્ણરામ જાટ ( રહે.ફ્લેટ નં.૩૬ શીવ રેસીડેન્સી કપુરા તા.વ્યારા જી.તાપી )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590