વાલોડ ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલ મેમોરીયલ ફાર્મ હાઉસમાંથી ઇલેક્ટ્રોનિક આઈટમ સહિત કુલ કિંમત રૂપિયા ૩૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બારડોલીના રાકેશ હમીરસિંહ ચૌહાણ નું વાલોડ ખાતે સર્વે નં.૧૪૧ વાળા ખેતરમાં મેમોરિયલ ફાર્મ હાઉસ આવેલ છે. ત્યાં આશિષ છગન પટેલ (રહે. નનસાડ તા.વાલોડ જી.તાપી) ફાર્મ હાઉસની દેખરેખ ની કામગીરી કરે છે.આશિષ પટેલ સવારે ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા ત્યારે સર સામાન વેરવિખેર પડેલો હતો.જે બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ફાર્મ હાઉસ ની ઓફિસ ના દરવાજાને લગાવેલ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઓફીસમાં મુકેલ એક ચાઇના કંપનીની ૩૨ ઇંચ વાળી LED TV જેની કિંમત રૂપિયા ૮ હજાર ,એક HIKVISION કંપનીનું DVR કિંમત રૂપિયા ૫ હજાર તથા ઇન્ટરનેટનું રાઉટર જેની કિંમત રૂપિયા ૧,૫૦૦/- તથા વૉશ બેસીંગના નળ નંગ-૩ અંદાજે કિંમત રૂ.૧,૫૦૦/- તથા જેગુઆર કંપનીના ફ્ળ કોક નંગ-૨ અંદાજે કિંમત રૂ.૩ હજાર તથા ટોઇલેટ બાથરૂમમાં લગાવેલ જેગુઆર કંપનીના ફ્ળ કોક નંગ-૭ કિંમત રૂપિયા ૧૦,૫૦૦/- તથા કોક નંગ-૭ કિંમત રૂપિયા ૩,૫૦૦/- તથા સાદા નળ નંગ-૧૦ કિંમત રૂ.૫ હજાર એમ મળી કુલ કિંમત રૂ.૩૮ હજાર રૂપિયાની ચોરી થઈ હતી.ત્યારે વાલોડ પોલીસે ચોરી નો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590