સોનગઢ થી દુમદા તરફ જતા રોડ ઉપર આવેલ પતરાના છાપરામાંથી પોલીસે 39 હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ,પરંતુ બુટલેગર નાસી છૂટ્યો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢ થી દુમદા તરફ જતા રોડ ઉપર આવેલ પતરાના છાપરામાં નિલેશ ઉર્ફે ટાઈસન રમણ કોંકણી ઈંગ્લીશ દારૂનુ ચોરી છુપીથી છુટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ થી દુમદા તરફ જતા રોડ ઉપર આવેલા પતરાના છાપરા માં રેડ કરી હતી.ત્યારે ત્યાં ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ બોટલ નંગ -453 જેની કિંમત રૂપિયા 39,450 /- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જોકે નિલેશ ઉર્ફે ટાઈસન રમણ કોકણી (રહે.સોનગઢ હાથી ફળીયુ તા.સોનગઢ જી.તાપી) નાસી છૂટયો હતો.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી,વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590