વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર ગંજીપાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા હતા.જોકે 3 નાસી છૂટયા હતા.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 3,67,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વાલોડ તાલુકાના સ્યાદલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર ગંજીપાનાના પૈસા પર હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ સ્યાદલા ગામની સીમમાં આવેલા ખેતરમાં રેડ કરી હતી.ત્યારે સાત જેટલા ઇસમો જુગાર રમતા જોવા મળ્યા હતા.પરંતુ પોલીસને જોતા 3 જણા નાસી છૂટયા હતા.પોલીસે સ્થળ પરથી (1)અલ્તાફ ગુલામ મન્સુર (રહે.મસ્જીદ ફળીયુ,બાજીપુરા તા.વાલોડ જી.તાપી),(2) મુસા મફદર શાહ (રહે.જે-13, રિવરવ્યુ સોસાયટી ભંડીમાના રોડ ફુલ વાડી બજાર કતારગામ, સુરત શહેર),(3)વિનોદ હરજી પરમાર(રહે.જલારામ સોસાયટી ફંડોલ કતારગામ,સુરત શહેર),(4) ધર્મેન્દ્ર રાજુ હળપતિ (રહે.સ્યાદલા તા.વાલોડ જી.તાપી ) એમ મળી કુલ 4 ની અટકાયત કરી હતી.
તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 17,200/- તથા મારુતિ સ્વીફ્ટ કાર જેની કિંમત રૂપિયા 3,50,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 3,67,200/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ અંગેનો ગુન્હો વાલોડ પોલીસ મથકે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590