ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, અંકલેશ્વર દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટ નું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કર્યા હતા. બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ, ભરૂચ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાલ વિકાસ અધિકારી રિવાબા ઝાલા, જિલ્લા મહિલા અને બાળ સુરક્ષા અધિકારી, ભરૂચ પંચાયત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત આઈસીડીએસ સુપરવાઈઝર, ડીસમુ કોર્ડીનેટર, એન.એન. એમ,મહિલા અભયમ 181, સખી વન સ્ટોપ સેન્ટર, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ હરખભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590