નવસારી વિજલપોર પાલિકા હવે મહાનગર પાલિકા બની છે, ત્યારે મહાનગર પાલિકાએ કર્મચારીઓની ભરતી શરૂ કરી છે. લૂન્સીકૂઈ ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા આ ભરતીમેળામાં 60 જગ્યાઓ માટે 5000 અરજીઓ આવી છે.
નવસારી વિજલપોર મહાનગર પાલિકા બનતાં પાલિકા કમિશનર દેવ ચૌધરીએ વિવિધ પદો ઉપર કર્મચારીઓ લેવા માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, સિવિલ ડ્રાફ્ટસમેન અને જીઆઈએસ એક્સપર્ટ જેવા વિવિધ પદો પર કર્મચારી લેવા માટે કામગીરી શરૂ થઈ છે. એ ઉપરાંત કેડ ઓપરેટર, સિવિલ એન્જિનિયર, ઓટોમોબાઈલ એન્જિનિયર, આઇટી એક્સપર્ટ, હાર્ડવેર એન્જિનિયર, કમ્પ્યુટર ઓપરેટર અને નિવૃત્તિ આર્મીમેન અને પબ્લિક રિલેશન ઓફિસરની જગ્યા ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નવસારી વિજલપોર મહાનગર પાલિકામાં વિવિધ પદો માટે 60 કર્મચારીઓની ભરતી થવાની છે. પરંતુ એ પદો માટે 5 હજાર અરજીઓ આવતાં એમાંથી પસંદગી કરી મહાનગર પાલિકાએ 750 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવશે. જો કે આ તમામ જગ્યાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઈન્ટરવ્યુ બાદ મેરિટના આધારે કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590