વાલોડ પોલીસે બુટવાડા ગામમાંથી ગેરકાયદેસર વરલી મટકાનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૧૯,૭૪૦/- નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ૨ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
વાલોડ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વાલોડ તાલુકાના બુટવાડા ગામના ભવાની ફળિયા ખાતે સતિષ અર્જુન વસાવા ના ઘરની પાછળ ઓટલાના ભાગે છ ઈસમો મુંબઇ થી નીકળતા વરલી મટકાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ ભવાની ફળિયા ખાતે સતીશ વસાવા ના ઘરે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી (૧)સતિષ અર્જુન વસાવા (રહે. ભવાની ફળીયું,ગામ.બુટવાડા તા.વાલોડ જી.તાપી),(૨)દિલીપ કોટીયા ગામીત (રહે.નવુ ડુંગરી ફળિયુ,ગામ. ડોલાર તા.વ્યારા જી.તાપી),(૩) જગદીશ બાલુ ગામીત (રહે.સ્કૂલ ફળીયુ, માયપુર તા .વ્યારા જી.તાપી),(૪) સંજય ગોવિંદ ગામીત (રહે.સ્કુલ ફળીયુ, માયપૂર તા.વ્યારા જી.તાપી),(૫) જયેશ જગુ ગામીત (રહે.ચુલા ફળીયુ, ગામ.ખુરદી તા.વ્યારા જી.તાપી),(૬) દિલીપ જનતા ગામીત (રહે.ડુંગરી ફળીયુ,ગામ. ચિખલદા તા.વ્યારા જી.તાપી) એમ ૬ ની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૧૯,૭૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને આકડાઓ લખાવવા માટે માણસ રાખનાર અમિત વળવી અને આનંદ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590