સોનગઢ તાલુકાના સોનાર પાડા ગામમાં આવેલા આસારામજી સ્ટોન ક્વોરી માં ગંજી પાના નો પૈસા પર હાર જીતનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 2,33,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે,સોનારપાડા ગામે,ને.હા.53 ઉપર આવેલ આશારામજી સ્ટોન ક્વોરીના જુની ઓફીસ ના મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ગંજીપાના નો પૈસા પર હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનારપાડા ગામે, ને.હા.-૫૩ ઉપર આવેલ આશારામજી સ્ટોન ક્વોરીના જુની ઓફીસ ના મકાનમાં રેડ કરી હતી ,ત્યારે 6 જેટલા ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી (1)પરેશ ઉર્ફે પિન્ટુ કૈલાશભાઇ અગ્રવાલ( રહે.મકાન નં-21. સંસ્કૃતિ સોસાયટી, રીધમ હોસ્પીટલની પાસે. તા.વ્યારા જિ.તાપી),(2) સંદિપ ચીગરીયા ગામીત (રહે.જામખંડી. નિશાળ ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી),(3)અયુબ ડોક્ટર ગામીત, (રહે.સાદડ કુવા, મોગરી ફળીયું, તા.સોનગઢ, જિ.તાપી),(4)રાહુલ કૈલાશ અગ્રવાલ (રહે.મકાન નં-22, સંસ્કૃતિ સોસાયટી રીધમ હોસ્પીટલની પાસે, વ્યારા, તા.વ્યારા, જિ.તાપી),(5)અભિષેક ઉર્ફે મુન્નો રામસીંગ ઉપાધ્યાય (રહે.રાણીબા ગામ, બજાર ફળીયું, તા.સોનગઢ, જિ.તાપી),(6)લક્ષ્મણ પોપટ ભરવાડ ( રહે.સોનગઢ, નવાગામ, જમાદાર ફળિયા, રામદેવ મંદીર પાછળ તા.સોનગઢ, જિ.તાપી) એમ મળી કુલ 6 જુગારીઓની અટકાયત કરી હતી.
તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 1,06,000/- તથા મોબાઇલ નંગ 6 જેની કિંમત રૂપિયા 27,500/- તથા મોટરસાયકલ નંગ 3 જેની કિંમત રૂપિયા 1 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 2,33,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ અંગેનો ગુન્હો સોનગઢ પોલીસ મથકે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590