ઉકાઈ પોલીસે ભૂરીવેલ ગામમાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા ૧૭,૮૨૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,ભુરીવેલ પો.સ્ટ ઓફીસ ફળિયામાં આંબાના ઝાડની નીચે ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો ભેગા મળીને ગેરકાયદેસર રીતે ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો પૈસા હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ભુરીવેલ પો.સ્ટ ઓફીસ ફળીયામા રેડ કરી હતી.ત્યારે ૬ જેટલા જુગારીઓ ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી (૧) શૈલેષ ચંદુ ગામીત(રહે.ઘોડા તા.સોનગઢ જી.તાપી),(૨)અનિલ નપુરીયા ગામીત (રહે.જુની થુટી દેવલપાડા તા.ઉચ્છલ જી.તાપી ),(૩)સંજય વસંત ચૌહાણ(રહે.ભુરીવેલ તા.સોનગઢ જી.તાપી),(૪)પંકજ સુભાષ ચૌધરી(રહે.ઉકાઈ તા.સોનગઢ જી.તાપી),(૫)પ્રવિણ મગન ગામીત(રહે.ગુણસદા તા.સોનગઢ જી.તાપી),(૬)જયેશ વિનોદ ગામીત (રહે.પો.સ્ટ ઓફીસ ફળીયુ,ભૂરીવેલ તા.સોનગઢ જી.તાપી ) એમ મળી કુલ ૬ ની અટકાય કરી હતી.તેમજ સ્થળ પરથી રોકડા રૂ.૧,૯૭૦/- તથા પટ માથી રૂ.૩૫૦/- તથા મોબાઇલ નંગ ૪ જેની કિંમત રૂપિયા ૧૫,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૭,૮૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.ઉકાઈ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590