ઉચ્છલ ખાતે ગંજીપાના નો પૈસા પર હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 15,970/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જોકે એક નાસી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલ તાલુકાના જામણે ગામમાં રહેતા ગોવીંદ સુર્યા ગામીતના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના નો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ ગોવીંદ સુર્યા ગામીતના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. ત્યારે 8 જેટલા ઇસમો જુગાર રમતા નજરે પડ્યા હતા.પોલીસે સ્થળ પરથી (1)રૂપસીંગ મીર્યા ગામીત,(2)દીલેશ છાપા ગામીત,(3)હરીશ દરજી ગામીત,(4)સુભાષ નાહકીયા ગામીત(ચારેય રહે.જામણે ગામ નિશાળ ફળિયુ,ગામ.ઉચ્છલ તા.ઉચ્છલ જી.તાપી),(5)રાકેશ જીણા ગામીત(રહે.નીચલું ફળિયુ, ગામ. થુટી તા.ઉચ્છલ જી.તાપી),(6) મુકેશ સુકા ગામીત (રહે. કરંજ ખડી ફળિયુ ગામ. મીરકોટ તા.ઉચ્છલ જી.તાપી),(7) રવિન્દ્ર બાબુ ગામીત (રહે. કરંજ ખડી ફળિયુ ગામ. મીરકોટ તા.ઉચ્છલ જી.તાપી) એમ મળી કુલ 7 જુગારીઓની ઝડપાઇ ગયા હતા .જોકે પોલીસ જોઈને યોહાન રૂપસીંગ ગામીત નાસી છૂટ્યો હતો જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.તેમજ પોલીસ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 16,970/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590