Latest News

સોનગઢના મચ્છી માર્કેટમાં જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા,૯૦ હજારનો મુદ્દામાલ જપ્ત

Proud Tapi 10 Sep, 2023 10:10 AM ગુજરાત

સોનગઢ પોલીસે મચ્છી માર્કેટ માંથી ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૭ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૯૦,૦૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢના  મચ્છી માર્કેટ માં મહેન્દ્ર સિકલીગરના ઘરમાં કેટલાક ઇસમો ગંજીપાના પત્તા વડે પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ એ મચ્છી માર્કેટ માં મહેન્દ્ર સિકલીગર ના ઘરે રેડ કરી હતી.ત્યારે ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૭ ઈસમો જોવા મળ્યા હતા.પોલીસે સ્થળ પરથી (૧)મહેન્દ્ર મહેતા સિકલીગર(રાહે.મચ્છી માર્કેટ,સોનગઢ તા.સોનગઢ જી.તાપી),(૨) જ્ઞાનસિંગ રમેશ સિકલકર (રહે.ખરજાઈ નાકા,સદગુરુ ક્રુપા નગર પ્રચાટાંકી,ચાલીસગાંવ જી.ચાલીસગાંવ),(૩)ઉમેશ કમેશભાઇ શઠોડ (રહે.વાંસદા, ગાંધીનગર ફળીયું,તા.વાંસદા જી.નવસારી),(૪)સુનિલ સંપત સિકલીગર(રહે.મચ્છી માર્કેટ,સોનગઢ તા.સોનગઢ જી.તાપી),(૫)ભરત  પિરમનાથ સિકલીગર(રહે.વ્યારા,દાદરી ફળીયા, અંબાજી  તા.વ્યારા જી.તાપી),(૬)રામ મહેતા સિકલીગર (રહે.મચ્છી માર્કેટ,સોનગઢ તા.સોનગઢ જી.તાપી),(૭)પંકજ બંસીલાલ સિકલીગર (રહે.મચ્છી માર્કેટ,સોનગઢ તા.સોનગઢ જી.તાપી) એમ મળી ૭ ની અટકાય કરી હતી.તેમજ  રોકડ રૂપિયા ૪૦,૦૪૦/- તથા મોબાઈલ નંગ- ૫  જેની કિંમત રૂપિયા ૨૫ હજાર તથા મોટરસાયકલ નાગ -૧ જેની કિંમત રૂપિયા ૨૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૯૦,૦૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post