સોનગઢ પોલીસે શાકભાજી માર્કેટમાં આવેલ યુવક મંડળના મકાનના બાજુમાં વરલી મટકાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૧,૮૯,૬૧૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢ ખાતે શાકભાજી માર્કેટમાં આવેલ યુવક મંડળના મકાનના બાજુમા આવેલા ઝાડ નીચે મુકેલ બાંકડા પાસે મુંબઈ થી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમી રમાડવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ શાકભાજી માર્કેટમાં આવેલ યુવક મંડળના મકાનની બાજુમાં આવેલ ઝાડ નીચે રેડ કરી હતી ત્યારે, ૮ જેટલા ઈસમો વરલી મટકાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા.પોલીસે સ્થળ પરથી (૧) રફીક અબ્દુલ ગામીત (ઉ.વ.૪૫ રહે.ડોસવાડા તા.સોનગઢ, જિ.તાપી),(૨) વિજય ગોવાન કોટવાડીયા (ઉ.વ.૩૬, રહે.મોટી ખેરવણ, બસ સ્ટેશન ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી),(૩)નવીન છોટુ કાથડ (ઉ.વ.૩૪,રહે.બાવલી, મુનકીયા ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી),(૪) નરોત્તમ ગુલજી ગામીત (ઉ.વ.૫૨, રહે.દુમદા,નિશાળ ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી),(૫) છનીયા ચંદુ કાથુડ (ઉ.વ.૪૫, રહે.ઉખલદા, પટેલ ફળીયું, તા.સોનગઢ, જિ.તાપી),(૬) અયુબ જમના ગામીત (ઉ.વ.૨૦, રહે.મોટી ખેરવણ ,દાદરી ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી ),(૭) જીણીયા મિઠીયા ચૌધરી (ઉ.વ.૬૫, રહે.નાની ખેરવાણ, ડેરી ફળીયુ,તા.સોનગઢ, જિ.તાપી), (૮) મગન ભીલીયા ગામીત (ઉ.વ.૬૨, રહે.દુમદા પટેલ ફળીયુ, તા.સોનગઢ, જિ.તાપી) એમ મળી કુલ ૮ જુગારીઓની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા ૧૩,૬૧૦/- તથા મોબાઇલ નંગ-૦૭ જેની કિંમત રૂપિયા ૨૬,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૫ જેની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૮૯,૩૧૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590