Latest News

સોનગઢના અલીફનગર વિસ્તારમાંથી 9 જુગારીઓ ઝડપાયા ,3 વોન્ટેડ, 2.8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Proud Tapi 29 Jul, 2023 03:40 PM ગુજરાત

સોનગઢ પોલીસે અલીફનગર વિસ્તારમાંથી ગંજી પાનાનો  જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડ્યા ,તેમજ 2,88,510/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી , ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે,અલીફનગર વિસ્તારમાં આવેલા પીર મહમ્મદ ઉર્ફે પીરૂ તજ મહમ્મદ પઠાણ ના ઘરે ગંજી પાના નો હાર જીતનો પૈસાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. જે બાદ સોનગઢ પોલીસે બાતમીના આધારે અલીફનગર વિસ્તારમાં આવેલા પીર મહંમદ ઉર્ફે પીરૂ તજ મહમ્મદ પઠાણ ના ઘરે રેડ કરી હતી.ત્યારે 9 જેટલા ઈસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો  જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી (1)પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણ (રહે. સોનગઢ અલીનગર તા. સોનગઢ જિ. તાપી),(2)સોહેલ રસીદ શેખ (રહે. સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા. સોનગઢ જિ. તાપી),(3)જાવેદ શેરમહમદ બાગવાન (રહે. સોનગઢ, ઇસ્લામપુરા ટેકરા, તા.સોનગઢ, જિ.તાપી),(4)રામાશંકર ગૌતમભાઇ શાહ (રહે. સોનગઢ પીપળ ફળિયું યુ.પી.નગર તા.સોનગઢ, જિ.તાપી),(5)બાલુભાઇ મગનભાઇ ગામીત (રહે. સીંગલખાંચ મંદિર ફળિયું તા.સોનગઢ, જિ.તાપી),(6)મોહમદ લતીફ અબ્દુલ કરીમ (રહે. સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા.સોનગઢ જિ. તાપી),(7)સાજીદ મહમદ પઠાણ (રહે. સોનગઢ અમન પાર્ક તા.સોનગઢ જિ.તાપી),(8)વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ (રહે. સોનગઢ શક્તિનગર તા.સોનગઢ જિ. તાપી),(9)દિલીપભાઇ જગન્નાથ ભાઈ પાટીલ (રહે. સોનગઢ જમાદાર ફળિયું તા.સોનગઢ જિ. તાપી) એમ મળી કુલ 9 ની અટક કરી હતી અને અંધારા નો ફાયદો લઈ નાસી છૂટેલા 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

તેમજ સ્થળ પરથી દાવ પરના  રોકડા રૂ. ૬૦,૮૨૦/- તથા  રોકડા રૂપિયા ૪૨,૬૯૦/-  તથા મોબાઇલ નંગ- ૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા મો.સા.નં. ૭ કિ.રૂ. ૧,૬૫,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.  ૨,૮૮,૫૧૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને (1)ભગવાન (જેના પુરા નામની ખબર નથી)( રહે. સોનગઢ બાપા સીતારામ નગર),(2)સંજય ઉર્ફે સરલો ભરવાડ (રહે. સોનગઢ તા.સોનગઢ જિ. તાપી),(3) જાકીર ભૈયા કુરેશી (રહે. સોનગઢ ઇસ્લામપુરા તા.સોનગઢ જિ. તાપી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસે મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post