નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તાપી જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી ધારાસભ્ય મોહન કોંકણી ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત વિવિધ મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમા અંદાજીત ૩ હજારથી વધુ શાળાના બાળકો, અધિકારી-કર્મચારીઓ તથા જાહેર જનતાએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મોહન કોંકણીએ સૌને યોગા નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, યોગ દ્વારા કોઈપણ વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવી રહ્યો છે ત્યારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” નકકી કરવામાં આવેલ છે. યોગા એ ભારત દેશની સંસ્કૃતિ છે.ભારત દેશે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણો દેશ પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં પરંતુ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવાના કારણે આજે પણ નવયુવાન દેશ છે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ જેમાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, જે બી એન એસ એ સાર્વજનિક હાઈસ્કૂલ, કે બી પટેલ અંગ્રેજી માધ્યમ શાળા,કે કે કદમ કન્યા વિદ્યાલય, મા શિવદૂતિ હાઇસ્કુલ, એમ પી પટેલ હાઇસ્કૂલ, વિદ્યા ગુર્જરી હાઇસ્કુલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, અરુણાબેન ભક્તા નરસિંહ સ્કૂલ બાજીપુરા ના વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ગણ પણ કાર્યક્રમમાં ભાગ લઈ યોગા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, રમત ગમત વિભાગ, જિલ્લા પંચાયત સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590