ડોલવણ તાલુકાના કરંજખેડ ગામમાં બજાર ફળિયામાં કરંજખેડ થી ધાંગધર જતા રોડ ઉપર ૧૩ વર્ષનો કિશોર પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈ જઈ રહ્યો હતો. ત્યારે તાડના વૃક્ષ સાથે બાઈક અથડાતા ૧૩ વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું અને મિત્રને ઈજા પહોંચી હતી.
નીરવકુમાર નીલેશભાઇ ગામીત ( ઉ.વ.૧૩, રહે. ઉપલુ ફળીયુ,ગામ કલમકુઈ તા.ડોલવણ જિ.તાપી )જે તેના મિત્ર પ્રિતેશભાઇ સાથે તેમની સીડી ડીલક્ષ મોટરસાયકલ નં.GJ 26 E 6834 ની ઉપર કરંજખેડ ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા.ત્યારે કરંજખેડ ગામે ધાંગધર ગામ તરફ જતા રોડ ઉપર નીરવકુમા૨ નાઓએ પોતાના કબજાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે અને બેફિકરાઇથી હંકારી લાવી રોડની સાઇડમાં આવેલા તાડના વૃક્ષ ના થડ સાથે અથડાઈ ગયા હતા.અકસ્માતમાં નીરવકુમારને શરીરે મોઢાના ભાગે તથા નાક ઉપર તથા આંખ પાસે તથા કપાળે મુંઢ ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું.તથા તેમની પાછળ બેસેલ તેના મિત્ર પ્રિતેશભાઇ નાઓને શરીરે તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ડોલવણ પોલીસમાં મથકે અકસ્માત નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590