આહવા તાલુકાના વાહુટીયા ગામમાં 14 વર્ષીય કિશોર ને કુહાડી આપવાની ના પાડતા,સગીર એ ઉશ્કેરાઇને કુહાડીના ઘા ઝીંકી 64 વર્ષીય વૃદ્ધની હત્યા કરી.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાહુટીયા ગામના 14 વર્ષીય સગીરએ લાકડા કાપવા માટે તેમના દાદા સોમાભાઈ માહર્યાભાઈ પવાર (ઉ. વ.64, રહે.કોંકણી ફળીયુ,ગામ.વાહુટીયા તા.આહવા જી.ડાંગ) પાસે કુહાડી માંગી હતી. ત્યારે દાદાએ કહ્યું હતું કે,' તું કુહાડી ની ધાર બગાડી નાખે છે,અમારા ઘરે કુહાડી નથી, તને કુહાડી આપવાનો નથી.'ત્યારે 14 વર્ષીય કિશોર ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવી અપશબ્દો બોલવા લાગ્યો હતો. અને વૃદ્ધના ઘરમાં જઈ કુહાડી લઈ આવ્યો હતો અને વૃદ્ધના ચહેરા પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા.જેના કારણે વૃદ્ધને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.આ અંગેનો ગુન્હો આહવા પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590