વ્યારા તાલુકાના પાનવાડી ગામની સીમમાં આઇસર ટેમ્પો નંબર MP-01 CV-4749 ના ચાલકે પૂર ઝડપે ટેમ્પો હંકારી લાવી મોટરસાયકલ નં.GJ-26 AA-6152 ને અડફેટે લેતા ,અંતાપૂરના ૨૩ વર્ષીય બાઈક સવારનું મોત નિપજ્યું હતું.જોકે ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો.
વ્યારા તાલુકાના પાનવાડી ગામની સીમમાં વ્યારા કપુરા રોડ હનુમાનજીના મંદિર પાસે રોડ ઉપર આઇસર ટેમ્પો નંબર- MP-01 CV-4749 4749 ના ચાલકે પોતાના કબજા નો ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક સાંવર વિપુલભાઇ વિનજુભાઈ કોકણી (રહે. કોકણ વાડ ફળિયુ, અંતાપુર તા.ડોલવણ જિ.તાપી )ની મોટરસાયકલ નંબર: GJ-26 AA-6152 સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં વિપુલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા તથા ડાબા હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જોકે આઇસર ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો.જે બાદ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590