ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામમાં ૨૩ વર્ષીય યુવકની જંગલમાં હત્યા કરવામાં આવી,જોકે હત્યારો પુરાવા નષ્ટ કરી નાસી છુટતા,પોલીસ ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર,તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામના સંપત કિરણ કોંકણી (ઉ.વ.૨૩ રહે.કરંજખેડ ગામ,આખર ફળીયા તા.ડોલવણ )ને કોઈક કારણોસર રાત્રીના સમયે પદમડુંગરી ગામે વખાર ફળીયાની સીમમાં આવેલ જંગલમાં કોઇક એ બોલાવ્યા હતા.ત્યારબાદ માથાના પાછળના ભાગે કોઇક મારક હથિયારો વડે ડાબા કાનની બાજુમાં તથા પીઠના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા કરી યુવકની સ્થળ પર જ હત્યા કરી દેવામાં આવી હતી.તેમજ સ્થળ પરથી પુરાવાનો નાશ કરી હત્યારો નાસી છૂટ્યો હતો.ડોલવણ પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590