વડોદરાનો યુવાન તેના મિત્રો સાથે ડેડીયાપાડાના નિનાઈ ધોધ પ્રવાસ માટે આવેલા યુવકનો નદી કિનારે બેઠેલા પથ્થર પરથી અચાનક પગ લપસતા યુવાન નદીમાં પડી જવાથી મોતને ભેટ્યો હતો.
વડોદરાના બાદલકુમાર શૈલેષભાઇ પટેલ (ઉ.વ.૨૪ ,રહે.સરદાર ચોક માસર વડોદરા શહેર તા.જી.વડોદરા) પોતાના મિત્રો સાથે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના માલસામોટ ગામ નજીક આવેલ નિનાઇ ધોધ ખાતે પ્રવાસ માટે આવ્યા હતા.ત્યારે બાદલ પટેલ તેના મિત્રો સાથે નદી કિનારે આવેલા પથ્થર ઉપર બેઠેલા હતા, તે વેળાએ અચાનક યુવકનો પગ પથ્થર પરથી લપસતા યુવક નદીમાં પડી ગયો હતો.નદી ઉડાણ વાળી હોય અને યુવકને તરતા આવડતું ન હોવાથી પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધવામાં આવી છે.તેમજ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590