વાલોડ તાલુકાના ગોલણ ગામ ના 38 વર્ષીય યુવકના વોટ્સએપ પર અજાણી યુવતીએ કોલ કરી, અશ્લીલ હરકતો કરીને સ્ક્રીન રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી કુલ રૂપિયા 99,000/- પડાવી છેતરપિંડી કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામના જયેશ અરુણ પટેલ (ઉ. વ.38 રહે. દાદરીયા સુગર ફળિયું, ગોલણ ગામ ,તા.વાલોડ જી.તાપી )ના વોટ્સએપ ઉપર અજાણી સ્ત્રી એ વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરી હતી.ત્યારે યુવક ટોયલેટ બાથરૂમ માં હોય જેથી યુવતીએ વિડીયો કોલ રેકર્ડ કરી લીધો હતો.ત્યારબાદ વોટ્સએપ પર અજાણ્યા દ્વારા તે વિડીયો એડીટ કરી યુવક પણ અશ્લીલ હરકતો કરતો હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.જે બાદ યુવક પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે,"તમારો વિડીયો શ્રેયા પટેલ નામની છોકરીએ યુ-ટ્યુબ પર અપલોડ કરવા માટે મોકલાવેલ છે જો તમે વિડિયો યુ-ટ્યુબ માં અપલોડ નહી કરવા માગતા હોય તો તમારા પર સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચ દિલ્હીથી ફોન આવશે જેમની સાથે વાતચીત કરીને મને જાણ કરો." અને થોડા સમયમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને યુવકને જણાવેલ કે, “હું સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચ દિલ્હીથી બોલુ છુ. તમારો વિડીયો આવેલ છે. જે વિડીયો શ્રેયા પટેલે આપેલ છે અને વિડીયો યુ- ટ્યુબ પર 7 ટકા જેટલો અપલોડ થઈ ગયો છે જો તમે વિડિયો યુ-ટ્યુબ પરથી ડીલીટ કરાવીને હાર્ડ કોપી પાછી મેળવવી હોય તો પૈસા આપવા પડશે.”
ત્યારબાદ યુવકે ગભરાઈને વિડિયો ડીલીટ કરવા માટે ટુકડે ટુકડે કુલ 99,000/- રૂપિયા સામેવાળાના ખાતામાં નાખી દીધા હતા. ત્યારબાદ ફરી કોલ કરવામાં આવ્યો હતો અને યુવકને જણાવવામાં આવ્યું હતું કે ત્રીજો છેલ્લો વિડીયો ડીલીટ કરવા માટે 11,000 /- રૂપિયા આપવા પડશે. ત્યારે યુવકને સાયબર ક્રાઇમ નો ભોગ બનવાનો અહેસાસ થતા સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી સાયબર ક્રાઇમ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. તેમજ વાલોડ પોલીસ મથકે છેતરપિંડીનો ગુન્હો દાખલ કર્યો હતો.જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590