વાલોડ તાલુકાના બુટવાડા ગામમાં 50 વર્ષીય આધેડને ઇન્ડિયન સ્પેક્તિકલ કોબ્રા જાતિનો સાપ કરડતા મોત નીપજ્યું.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના ટાંકી ફળિયામાં રહેતા ચંપકભાઈ શુક્કરભાઈ હળપતિ સવારના સુમારે ઘાસના પૂળા ભરી રહ્યા હતા.ત્યારે ઘાસના પૂળા માં સાપ હતો ત્યારે એના હાથમાં સાપ આવી જતા તેમના હાથને સાપ કરડી ગયો હતો.ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યું હતું.ત્યાર બાદ સાપ પકડનાર ઇમરાન વેદનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે બુટવાડા ખાતે સાદિક શેખને મોકલ્યો હતો. સાદિક શેખ દ્વારા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા જાતિનો સાપ ને સહી સલામત પકડી લેવામાં આવ્યો હતો.અને સાપ નો કબજો વાલોડ વન વિભાગને આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590