Latest News

સોનગઢના સાતકાશી ગામમાં ઝઘડાની વચ્ચે સમજાવટ કરવા જતા, સમજાવનારને જ માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ

Proud Tapi 19 Sep, 2023 12:43 PM ગુજરાત

સોનગઢ તાલુકાના સાતકાશી ગામમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતો હતો, ત્યારે  ઝઘડાની વચ્ચે સમજાવટ કરવા જતા,યુવકને જ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

સોનગઢના સાતકાશી ગામમાં રહેતા  માનીક રવિન્દ્ર પાત્ર અને  વિશ્વજીત દુલાલ મોડલ ઝઘડો કરતાં હતાં.ત્યારે  સંતોષ શર્માએ ઝઘડો નહીં કરવા તેમજ સુઈ જવા કહ્યું હતું.જેની થોડીવારમાં માનિક તથા વિશ્વજીત એ  સંતોષના રૂમ પર આવી ઝઘડો કરવા લાગ્યા હતા.સંતોષ ત્યાંથી નાસી જતાં માનિક તથા વિશ્વજીતએ ભરત રામાનંદ રાજભર (મૂળ રહે.ઘાટ બંધોરા માઘવા ટોલા ગામ પોસ્ટ-વિજયોપુર બંધોરા ધાટ થાના- બિજયપુર જી.ગોપાલ)ને કહેવા લાગેલા કે, તે સંતોષ શર્માને કેમ ભગાડી દીધેલ છે ? તેમ કહી બંને જણા એકદમ ઉશ્કેરાઇ જઇ વિશ્વજીતે તેના હાથમાં રહેલ શાક બનાવવાનો ચમચો ભરત રાજભરને માથાની જમણી બાજુ અને જમણા હાથ ઉપર મારતાં ત્યાં ઉપસ્થિત  હરે રામ છોડાવવા વચ્ચે પડતા તેને પણ જમણા હાથ તથા ડાબા હાથમાં ચમચો મારી દીધો હતો. વિશ્વજીતે તેના હાથમાં રહેલ ચમચો ફેંકી દઈ શાકભાજી કાપવાની છરી લઇ ભરતને પેટની જમણી બાજુ મારી ઇજા પંહોચાડી હતી.

તેમજ  માનીક રવિન્દ્ર પાત્ર (રહે. સાતકાશી તા.સોનગઢ જી.તાપી ) તથા ચંદન ગુરીયા (રહે. સાતકાશી તા.સોનગઢ જી.તાપી ) તથા ચીરન્જીત પરમાનીક  (રહે. સાતકાશી તા.સોનગઢ જી.તાપી )અને વિશ્વજીત દુલાલ મોડલ   (રહે. સાતકાશી તા.સોનગઢ જી.તાપી ) એમ ચારેય ઈસમોએ મળી અપશબ્દો બોલી  ભરત રાજભરને અને હરે રામ ને કહ્યું હતું કે,તમે લોકોએ સંતોષભાઇ શર્માને ભગાડી દીધેલ છે ? જેથી તમો બન્ને જણાને જાનથી મારી નાખીશું. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post