મહેશ પાડવી(પ્રતિનિધિ) : નિઝર પોલીસે કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામમાંથી વરલી મટકાનો જુગાર રમાડનાર એકને ઝડપી પાડ્યો હતો.તેમજ કુલ કિંમત રૂપિયા ૪,૬૩૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ચીખલીપાડા ખાતે રવિન્દ્ર સાલમ્યાં પાડવીની દુકાનના ઓટલા ઉપર કેટલાક ઈસમો કંઈક આપ-લે કરી રહ્યા છે અને વરલી મટકાનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ રવિન્દ્ર સાલમ્યાં પાડવીની દુકાનના ઓટલા ઉપર રેડ કરી હતી.ત્યારે તે વરલી મટકાના આંક ફરકે પૈસા પર હારજીતનો જુગાર રમતા ઝડપાયો હતો.જે બાદ પોલીસે રવિન્દ્ર સાલમ્યાં પાડવી ની અટકાયત કરી હતી.તેમજ કુલ કિંમત રૂપિયા ૪૬૩૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને વોટ્સએપ દ્વારા વરલી મટકાનો જુગાર રમાડનાર દિલીપ અવિનાશ પાડવી (રહે. કુકરમુંડા ગોકુળ ફળિયું તા.કુકરમુંડા જિ.તાપી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590