બોરખડી ગામે કાકાદડા ચોકડી પાસે બસ સ્ટેશનની સામે બાજીપુરા થી કહેર તરફ જતા રોડ ઉપર નિલેશભાઈ નાથુભાઈ ચૌધરી ( રહે, ગાંગજી ફળિયું,બાજીપુરા તા.વાલોડ જી.તાપી ) જે પોતાના કબજા ની મોટર સાયકલ પર પુરઝડપે હંકારી લઈ જઈ બાજીપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે અને ગફલત ભરી રીતે બાઈક હંકારતા માલસિંગ જમાભાઈ ચૌધરી (હાલ રહે. ભાઠી ફળિયું,બોરખડી તા.વ્યારા જી.તાપી ) નાઓ ને અડફેટે લઈ લીધા હતા જે બાદ માલસીંગભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી વ્યારા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590