વાલોડ તાલુકાના અંબાચ ગામમાં જમાઈ સાસરીમાં આવીને પત્નીને ક્યાં મોકલી દીધી છે ? એમ પૂછીને ઉશ્કેરાઈ જઈને હવામાં શેરડી કાપવાનો કોયતો વીંઝવા લાગતા સાસુ ને માથાના ભાગે કોયતા નો ઘા વાગી જતા, સાસુએ જમાઈ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામમાં ઇન્દુબેન સિંગાભાઈ કોટવાળીયા અને તેમના પતિ સિંગાભાઈ કોટવાળીયા (રહે. કાકડી ફળીયું, ગામ.અંબાચ તા.વાલોડ જી.તાપી) પોતાના ઘરે હતા.તે વેળાએ તેમની દીકરી સરસ્વતીનો પતિ અર્જુનભાઈ મગનભાઈ કોટવાળીયા (રહે.કાકડી ફળીયુ, ગામ.અંબાચ તા.વાલોડ જી.તાપી)ઘરે આવી પહોંચ્યા હતા.અને પૂછવા લાગેલ કે,પત્ની સરસ્વતી ને ક્યાં મોકલી દીધી છે ? અને તે ક્યાં છે ? ત્યારે સાસુ સસરાએ કહ્યું હતું કે, દીકરી સરસ્વતી ક્યાં છે તેની અમને કોઈ જાણ નથી.જે બાદ ઉશ્કેરાઈ ગયેલા જમાઈ એ હવામાં શેરડી કાપવાનો કોયતો વિંઝવાનું શરૂ કર્યું હતું,તેનાથી બચવા સાસુ અને સસરા આમ તેમ ભાગી રહ્યા હતા ત્યારે સાસુ ને માથાના ભાગે કોયતાનો ઘા વાગી ગયો હતો,અને માથા માંથી લોહી નીકળવા લાગતાં જમાઈ ત્યાંથી જતો રહ્યો હતો. ઇન્દુબેન ને માથાના ભાગે ઇજા થતા તેમના પતિ તેમને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ઈન્દુબેને વાલોડ પોલીસ મથકે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વાલોડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590