ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામમાં રોડની સાઈડમાં બેઠેલા પુરુષને એક કાર ચાલકે અડફેટે લેતા ,પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના શંકર મનસુખ ભીલ (ઉ. વ.૩૫) ઉનાઈ વ્યારા હાઈવે રોડ પટેલ ફળિયા તરફ જતા રોડની સાઈડમાં બેઠેલા હતા.તે વેળાએ ઉનાઈ તરફથી હુન્ડાઇ કંપનીની વેન્યુ ગાડી નં.GJ-26-AB-4624 ના ચાલક મનીષ અનિલ ચૌધરી (રહે.પાઠકવાડી ગામ પટેલ ફળિયુ તા.ડોલવણ જિ.તાપી)એ પોતાની ગાડી પુર ઝડપે અને બેફિકરાઇથી હંકારી લાવ્યા હતા.અને શંકર ભીલ ઉપર ગાડી ચડાવી દીધી હતી.અકસ્માત સર્જાતા શંકર ભીલ ના શરરીના ભાગે ગંભીરિજાઓ પહોંચી હતી, જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.ડોલવણ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590