Latest News

વ્યારા તાલુકાના છીંડિયા ગામમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

Proud Tapi 18 May, 2023 09:21 AM ગુજરાત

છીંડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં થી કેરી તોડવા બાબતે એક જ પરિવારના ૪ સભ્યોએ કેરીના વૃક્ષની સારસંભાળ રાખનાર  ભાઈઓને લાકડાના સપાટા નો  માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.

વ્યારા તાલુકાના છીંડિયા ગામની સીમમાં શંકરભાઈ ઓકરાભાઈ  ગામીત (ઉ. વ.૬૦,રહે.પારસી ફળિયું,છીંડિયા ગામ તા.વ્યારા જી.તાપી )ના   ખેતરની બાજુમાં સિદ્ધાર્થભાઈ જયંતિભાઇ નાનું ખેતર આવેલ છે. સિદ્ધાર્થભાઈ જયંતિભાઇ ના ખેતરની રખેવાળ શંકરભાઈ કરતા આવેલ હોય.સિદ્ધાર્થભાઈ ના  ખેતરમાં કેસરની કેરીના ઝાડ આવેલ હોય.જે કેરીના ઝાડ ઉપરથી  તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ હરીશભાઇ દિવાનજીભાઇ ગામીત  તથા તેમના પરિવારના સભ્યો કેરી પાડીને લઈ ગયા હોય.ત્યારે શંકરભાઈ ગતરોજ ઢોર ચરાવતો હતો ત્યારે સિધાર્થભાઇ ના ખેતરે સ્નેહલ પિયુષભાઇ ગામીત નાઓ ત્યાં જ હતા.જેથી તેમની પાસે જઈ, તેમને પૂછેલ કે, તમે કેરી કેમ તોડી ને લઇ ગયા ? તેવું કહેતા સ્નેહલ ઉશ્કેરાઈ ગયેલા સ્નેહલ ભાઈએ ઝઘડો કરવા લાગ્યા હતા,  ત્યારે તેમણે દિવાનજીભાઇ મનીયાભાઇ ગામીત નાઓને બુમ પાડી બોલાવી,હરીશભાઇ હાથમાં લાકડાનો દંડો લઇને તથા દિવાનજીભાઇ ખાલી હાથે દોડી આવેલા ત્યારે સ્નેહલભાઈ એ ત્યાં નીચે પડેલ લાકડાનો દંડો ઉચકીને શંકરભાઈ ના  કમર ના ભાગે એક સપાટો તથા ખભાના ભાગે એક સપાટો મારી દીધેલ હતો, અને દિવાનજીભાઇ  ઢીક મુક્કીનો માર માર્યો હતો જેથી બુમાબુમ થતા શંકરભાઈ  નાનો ભાઈ ધનજીભાઈ ઓકરા ભાઇ ગામીત દોડી આવેલ અને છોડાવવા વચ્ચે પડતા  સ્નેહલભાઇએ  ધનજીભાઇ ના માથામાં એક લાકડાનો એક સપાટો મારી દીધેલ તથા હરીશભાઇનાએ ડાબા હાથમાં લાકડાનો એક સપાટો મારી દીધેલ જેથી મ ધનજીભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા.તેમજ કાંતાબેન દિવાનજીભાઇ ગામીતના પણ આવી ગયેલા અને અને બંને ભાઈઓને  નાલાયક ગાળો આપી હતી ઝપાઝપી કરી હતી, આ દરમ્યાન ગામના બીજા લોકો આવી જતા, તેઓ તમામ જતા રહ્યા હતા.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ શંકરભાઈ એ (૧) હરીશભાઈ દીવાનજીભાઈ ગામીત,(૨) દીવાનજીભાઈ મનિયાભાઈ ગામીત, (૩) સ્નેહલભાઈ પિયુષભાઈ ગામીત ,(૪) કાંતાબેન દીવાનજીભાઈ ગામીત (બધા રહે.પારસી ફળિયા,છીંડિયા ગામ તા.વ્યારા જી.તાપી )  નાઓ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેમજ વ્યારા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post