તાપી જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા,ધારાસભ્ય મોહનભાઇ કોંકણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદ/ધારાસભ્યોના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ બાબતોની સમિક્ષા કરતા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગે ગેરકાયદેસર બાંધકામોએ નોટીસ આપી દુર કરાવવા, તાપી જિલ્લાના નિવૃત થતા કર્મચારીઓના કાગળો એક વર્ષ પહેલા જ તૈયાર કરવા અને તેમજ ખાતાકિય તપાસ જડપી પુરી કરવા તથા ૧૫ વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં મોકલવા જણાવ્યું હતું.
તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, પ્રાયોજના વહિવટદાર રામનિવાસ, નાયબ વનસંરક્ષક, ઇંચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તથા વ્યારા પ્રાંત સાગર મોવાલીયા, સહિત સંકલન સમિતીના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590