વ્યારા તાલુકાના વિરપુર ગામની સીમમાં સાગની વાડીની બાજુમાં થી સડી ગયેલ (ડી - કમ્પોઝ) હાલતમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.ત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
વ્યારા તાલુકાના વિરપુર ગામની સીમમાં સોનગઢ થી વ્યારા તરફ જતા ને.હા.૫૩ રોડની બાજુમાં આવેલ અનિલ વસનજી ઢોડીયાની સાગની વાડીની બાજુમાં થી સડી ગયેલ (ડી - કમ્પોઝ) હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા,વ્યારા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં કોઇ કારણસર અથવા બીમારીને કારણે પુરુષનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે હજુ સુધી તેનો વાલી વારસા અંગે કોઈ માહિતી મળી આવી નથી.ત્યારે અજાણ્યા પુરુષની ઉંમર ૪૫ થી ૫૦ વર્ષ અંદાજવામાં આવી છે.તેમજ લાશની ઓળખાણ કરવા માટે વ્યારા પોલીસ મથકનો સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590