સોનગઢ તાલુકાના પાથરડા ગામમાં શાળાની પાસે એક ઇકો કાર અને મોટરસાયકલ ચાલકે ભેગા મળી ૧૧ વર્ષની બાળકીનું અપહરણ કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે ૧૧ વર્ષીય બાળકી ત્યાંથી જીવ બચાવી નાસી છૂટી હતી.અને અપહરણકર્તા ઓનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
સોનગઢ તાલુકાના પાથરડા ગામમાં ૧૧ વર્ષીય બાળકી શાળાએ જતી હતી ત્યારે મોટર સાયકલ પર સવાર એક સાધુ જેવા અજાણ્યા ઈસમ અને તેની સાથે બીજા ઈસમ એ સ્ત્રી જેવા કપડાં પહેર્યા હતા તથા ઇકો કારમાં બે ઈસમો એ સાથે મળીને બાળકીને રોકીને અપહરણ કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે બાળકી એ પોતાની સૂઝબૂઝ થી તેમના ચુંગાલમાંથી પોતાની જાતને છોડાવી,સ્કુલ બેગ ત્યાં જ છોડીને શાળામાં જતી રહી હતી અને પોતાના જીવ બચાવ્યો હતો.તેમજ સમગ્ર હકીકતની જાણ શાળાના આચાર્યને કરી હતી.ત્યારબાદ ઉકાઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590