નિઝર તાલુકાના મુખ્ય મથકે આવેલ સરકારી દવાખાનામાં ડો.વિપુલભાઈ ગામીત છેલ્લા ૯ વર્ષ નિઝર ખાતે પોતાની ફરજ અદા કરી લોકોની સારવાર કરી છે. ડો.વિપુલભાઈ ગામીત નિઝર ખાતે તા.૦૬/૧૧/૨૦૧૪ થી દાકતરી સેવા આપી રહ્યા છે.તેઓએ કોરોના જેવી મહામારી ના સમયમાં પણ દાક્તરી સેવા આપી સરાહનીય કામગીરી કરી હતી.તેઓ સરળતાથી દર્દીઓ સાથે ભળી જતા,તેમજ નિઝર હોસ્પિટલ સ્ટાફ માં પણ સૌના પ્રિય હતા તેઓ તમામ સ્ટાફ સાથે હળીમળીને રહેતા.તેમજ તેમના સારા સ્વભાવ અને પ્રભાવિત વ્યક્તિત્વના કારણે તેઓ જાણીતા હતા.નિઝર સરકારી દવાખાના માંથી વાલોડ ખાતે તેમની બદલી થતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં તેમણે નિઝર ખાતે આપેલ સેવા બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા તેમજ વાલોડ ખાતે પણ આ જ રીતે અવિરત નિષ્ઠાપૂર્વક સેવા આપે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590